News Continuous Bureau | Mumbai
ગુડી પડવાના નવા વર્ષના શુભ દિવસે મુંબઈગરા માટે વધુ બે નવી મેટ્રો રેલ ચાલુ થઈ છે. દહિસર-કાંદીવલી-ગોરેગામ વચ્ચે ચાલુ થયેલી આ મેટ્રો સાથે જ તેમાં પ્રવાસ કરનારાઓ માટે સાયકલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
MMRDA દ્વાર મુંબઈ મેટ્રોના રેલવે સ્ટેશન બહાર MYBYK આ ઍપના માધ્યમથી આ સુવિધા ઉપલબ્ધ થશે. મેટ્રો રેલમાંથી બહાર નીકળ્યા બાદ લોકોને તેમના ઘરે અથવા ઓફિસ જવા માટે બસ અથવા ઓટો રિક્ષાની લાઈનમાં ઊભા રહેવું પડે નહીં તે માટે આ સેવા ચાલુ કરવામાં આવી છે. તેનાથી પ્રવાસીઓના સમયની પણ બચત થશે.
આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે
સાયકલની સુવિધા મેળવવા માટે પ્રવાસીઓએ MYBYK આ ઍપ ડાઉનલોડ કરવી પડશે. તેના દ્વારા જ સાયકલનું લોક ખોલી શકાશે અને લોક ખુલતાની સાથે જ સાયકલનું ભાડું ચાલુ થશે. સાયકલનું ભાડું પણ અત્યંત ઓછું છે.
પ્રતિ કલાકે બે રૂપિયા હશે. જેટલો સમય સંબંધિત વ્યક્તિ પાસે સાયકલ હશે તેટલું ભાડું તેની પાસેથી લેવાશે. આ સાયકલ મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરી શકાશે.