ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મુંબઈગરા દાદર શિવાજી પાર્ક ચોપાટીથી અરબી સમુદ્રનો ભવ્ય નજારો જોઈ શકશે. આજે રાજ્યના પર્યટન પ્રધાન અને ઉપગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે દાદર માં વ્યુવીંગ ડેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાલિકાએ લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે દાદર ચોપાટી પણ ભવ્ય વ્યુવીંગ ડેકને બાંધ્યો છે. 24 મીટર લાંબી અને 20મીટર પહોળઆ આ ડેક પરથી પર્યચટકો અરબી સમુદ્ર, બાંદરા-વરલી સી લિંકનો સુંદર નજારો જોઈ શકાશે. સુર્યાસ્તને માણી શકશે.

ક્લાસિફાઈડ સમીર વાનખેડેના પિતાની અરજી પર હાઈકોર્ટે આ નેતાને ફટકારી કારણદર્શક નોટિસ, જાણો વિગતે..

દાદર બીચ પર ચૈત્યભૂમિની પાછળની તરફ સ્ટોર્મ વોટર ડ્રેઈન આઉટફોલ ઉપર પાલિકા દ્વારા આ ડેક બાંધવામાં આવ્યો છે. દરિયાની ઉપર 16 ફૂટ ઉંચાઈ પર ડેક બાંધવામાં આવ્યો છે.
અરે વાહ! #મુંબઈગરાને જોવા મળશે #અરબી #સમુદ્રનો અદભુત નજારો…જાણો વિગત,જુઓ #વિડિઓ#mumbaicity #dadar #shivajipark #arabiansea #environmentminister #adityaThackeray #viewingdeck#bandraworlisealink pic.twitter.com/sfqoGoSTHt
— news continuous (@NewsContinuous) February 9, 2022