ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈમાં ચાર-પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એ સાથે જ ડેલ્ટા પ્લસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ ડેલ્ટાના કેસમાં દર્દીઓમાં અલગ જ પ્રકારનાં લક્ષણો જણાતાં રાજ્યની ટાસ્ક ફોર્સની ચિંતા વધી ગઈ છે. ડેલ્ટાના દર્દીઓમાં બહેરાશ, ગૅસ્ટ્રો, એક આંખ લાલ થવી, વીકનેસ, જુલાબ જેવા નવાં લક્ષણો જણાયાં છે. એ સાથે મોઢું ડ્રાય થઈ જવું એટલે કે લાળ ઓછી થવી, લાંબા સમય સુધી માથાનો દુખાવો જેવાં લક્ષણો પણ જોવા મળ્યાં છે.
હીરાપન્ના શૉપિંગ સેન્ટરમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ઘડિયાળો વેચનારી ટોળકીની ધરપકડ
અમુક લોકોને મોઢામાં ટેસ્ટ ન આવવો અને વારંવાર તાવની ફરિયાદ જોવા મળી રહી છે. રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના કહેવા મુજબ મોઢું ડ્રાય થતું હોય અથવા માથામાં તીવ્ર દુખાવો હોય તો એના પ્રત્યે દુર્લક્ષ કરવું નહીં. ભીનો માસ્ક વાપરવો નહીં તથા બે-ત્રણ કપડાંના માસ્ક પાસે રાખવાનની સલાહ આપવામાં આવી છે.