News Continuous Bureau | Mumbai
મલાડ(પૂર્વ)માં(Malad) રહેતી મહિલા વકીલના(woman lawyer) ઘરના પ્રસંગ નિમિતે વારાણસી(Varanasi) ગઈ હતી, એ દરમિયાન ઘરમાં કામ કરનારા જૂના નોકરે(Old servant) ઘરની સ્લાઈડીંગ વિન્ડો(Sliding window) તોડીને ઘરની ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. દિંડોશી પોલીસે(Dindoshi police) 24 કલાકની અંદર જ આરોપીને 34 લાખની માલમત્તા સાથે મધ્ય પ્રદેશથી(Madhya Pradesh) ઝડપી લીધો હતો.
દિંડોશી પોલીસના જણાવ્યા મુજબ મલાડ(પૂર્વ)માં અપર ગોવિંદ નગરમાં(Govind Nagar) સત્સંગ કોમ્પ્લેક્સમાં(satsang complex) બંગલા નંબર એ-એકમાં વ્યવસાયે એડવોકેટ વેદિકા ચૌબે(Advocate Vedika Choubey) પરિવાર સાથે રહે છે. 9 જૂન, 2022ના ઘરના પ્રસંગ માટે સહપરિવાર તે વારાણસી ગઈ હતી. 16ના જૂનના તે મુંબઈ પાછી ફરી હતી, ત્યારે ઘરમાં બેડરૂમમાં વોકિંગ વોડરોબના(walking wardrobe) દરવાજા તૂટેલા જણાયા હતા અને તેમાં રહેલું સામાન વેરવિખેર પડ્યું હતું. લોકર પણ તૂટેલું હતું અને તેમાં રહેલા 34,41,00 રૂપિયાના કિંમતના ગોલ્ડ અને ડાયમંડના દાગીના ચોરાઈ(jewellery robbed) ગયા હોવાનું જણાયું હતું. અજ્ઞાત વ્યક્તિ બેડરૂમના સ્લાઈડિંગ દરવાજામાંથી ઘરમાં ઘુસ્યો હોવાનું જણાયું હતું.
મહિલા વકીલે દિંડોશી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે ટીમ બનાવીને તપાસ આદરી હતી. ક્રાઈમ બ્રાન્ચના(Crime Branch) આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર(Assistant Police Inspector) ડો.ચંદ્રકાંત ધાર્ગે, પોલીસ સબ ઇન્સ્પેકટર અજિત દેસાઈએ તપાસ ચાલુ કરી હતી, જેમાં ઘરનોકરની પણ તેઓએ માહિતી મેળવી હતી. ફરિયાદીએ અક્ષય જાદવ નામનો યુવક તેમની ત્યાં ઘરકામ કરતો હોઈ તેની સામે શંકા વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોડી રાતના ફરવું એ કોઈ ગુનો નથી- કોર્ટે આરોપીને જાહેર કર્યો નિર્દોષ- જાણો વિગત
પોલીસે તેની તપાસ કરતા તે મધ્ય પ્રદેશમાં ઈંદોરમાં(indore) હોવાનું જણાયું હતું. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તુરંત ઈન્દોર પહોંચીને આરોપીને તાબામાં લીધો હતો. તપાસ દરમિયાન તેણે ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેની ધરપકડ કરીને તેની પાસેથી 34,42,000ની કિંમતના ગોલ્ડ અને ડાયમંડના દાગીના(Gold jewellery) કબ્જે કર્યા હતા.
પોલીસની આ પૂરી કાર્યવાહી મુંબઈ નોર્થ રિજનલ ઝોનના(Mumbai North Region) એડિશનલ પોલીસ કમિશનર વિનોદ મિશ્રા, ઝોન 12ના ડેપ્યુટી પોલીસ કમિશનર સોમનાથ ધાર્ગે અને દિંડોશી વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સંજય પાટીલના માર્ગદર્શનમાં દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર જીવન ખરાત, ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર ધનંજય કાવડે, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર ડો. ચંદ્રકાંત ધાર્ગે, પોલીસ સબ ઇન્સ્પેકટર અજિત દેસાઈ, પોલીસ હવાલદાર શામ રણશિવરે, પોલીસ હવાલદાર નવનાથ બોરાટે, પોલીસ હવાલદાર અજિત ચવ્હાણ, પોલીસ હવાલદાર શિવરામ બાંગર, પોલીસ નામદાર રાહુલ પાટીલ, પોલીસ શિપાઈ હોનપ્પા દાપુરે અને પોલીસ શિપાઈ સાગર પવાર, પોલીસ હવાલદાર રોડે, પોલીસ હવાલદાર માયંગડે, પોલીસ નામદાર કાંબળે, પોલીસ શિપાઈ જાધવ અને પોલીસ શિપાઈ પોટેએ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : BMC પોતાના નિર્ણય પર મક્કમ- મુંબઈમાં દુકાનોના નામના પાટિયાં મરાઠીમાં કરવા માટે મુદત વધારવાનો પાલિકાનો સાફ ઇનકાર- આ તારીખથી થશે કાર્યવાહી- જાણો વિગત