મુંબઈ શહેરમાં અધધધ… હજારો લોકોનું બોગસ રસીકરણ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાની કબૂલી. જાણો વિગત.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેર અને ખાસ કરીને પશ્ચિમી ઉપનગરમાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ રસીકરણ થયું છે. બોમ્બે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ હાઈ કોર્ટ સામે એવું કબૂલ નામુ આપ્યું હતું કે આખા મુંબઈ શહેરમાં બોગસ રસીકરણ કેમ્પના માધ્યમથી બે હજારથી વધુ લોકોને બોગસ રસી આપવામાં આવી છે.

માનહાનિ કેસ માં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં પહોંચ્યા. તેમના વકીલે કોર્ટમાં કહી આ મોટી વાત.

વધુ માહીતી આપતા મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું કે આ રસીકરણ માત્ર ખાનગી શિબિરમાં કરવામાં આવ્યું છે તેમજ આવા રસીકરણ માટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. હવે આ સમગ્ર વિષય સંદર્ભે 29 જૂનના રોજ વધુ સુનાવણી થશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment