181
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈગરાને બહુ જલદી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવા મળવાની છે. બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સ (BKC)માં નવેમ્બરથી ‘ડ્રાઇવ ઇન સિનેમા’નો લાભ મળવાનો છે. આ સુવિધા જીઓ વર્લ્ડ ડ્રાઇવ મૉલમાં ઉપલબ્ધ થશે. અહીં જોકે પહેલાંથી PVRનું છ સ્ક્રીનવાળું મલ્ટિપ્લેક્સ છે. એમાં હવે ‘ડ્રાઇવ ઇન સિનેમા’ શરૂ થવાથી લોકોએ થિયેટરમાં અંદર જવાને બદલે કારમાં બેઠાં બેઠાં ફિલ્મની મજા માણી શકશે. કોરોનાકાળમાં ‘ડ્રાઇવ ઇન સિનેમા’ને લોકો જબરદસ્ત રિસ્પૉન્સ આપશે એવું માનવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કોરોનાને પગલે અત્યાર સુધી થિયેટર તથા નાટ્યગૃહો બંધ રહ્યાં હતાં. જોકે હવે 7 ઑક્ટોબરથી મુંબઈનાં તમામ થિયેટરો તથા નાટ્યગૃહોને ફરી ખુલ્લાં મૂકવાની મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.
You Might Be Interested In