ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને પગલે મુંબઈ મહાનગરપાલિકાના લગભગ 6,825 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એમાંથી 243 કર્મચારી-અધિકારોનાં મૃત્યુ થયાં છે. એની સામે અત્યાર સુધી 128 કર્મચારોનીઓના સંબંધીઓને વળતર આપવામાં આવ્યું છે.
માર્ચ 2020થી મુંબઈમાં કોરોનાનો ચેપ ફેલાવાનો શરૂ થયો હતો. કોરોનાની સામેની લડતમાં પાલિકાના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ કામ કરી રહ્યા છે. એને કારણે ડૉક્ટર, નર્સ, સફાઈ કામદાર, એન્જિનિયર, જુદાં-જુદાં ખાતાંના કર્મચારી, ફાયર બિગ્રેડના કર્મચારી વગેરે મળીને કુલ 243 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતનો વિક્રમઃ યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ભારત છઠ્ઠીવાર ચૂંટાયું, આટલા વર્ષ સુધી આપશે સેવા
અત્યાર સુધી પાલિકાના 6,825 કર્મચારીઓને કોરોનો થઈ ચૂકયો છે. એમાંથી 5,886 કર્મચારી કોરોનામુક્ત થઈ ગયા છે. હાલ 696 કર્મચારી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ તમામ કર્મચારીઓના કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વીમા કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધી વીમા કંપનીઓએ ફક્ત 20 કર્મચારીઓને આ વીમા હેઠળ વળતર આપ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે પાલિકામાં એક લાખ પાંચ હજાર કર્મચારી છે. એમાંથી 6 ટકા કર્મચારી કોરોના અસરગ્રસ્ત થયા હતા, તો 0.2 ટકા કર્મચારીનાં મોત થયાં હતાં.