News Continuous Bureau | Mumbai
મહાવિકાસ આઘાડીના બે પ્રધાનની મુશ્કેલીમાં વધારો થયો છે. એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં તેઓએ તલવાર ઊંચકી હોવાની ફરિયાદને આધારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પાલકપ્રધાન અસલમ શેખ અને એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શનિવારે 26 માર્ચના કોંગ્રેસના અલ્પસંખ્યક વિભાગે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ દરમિયાન અસલમ શેખ અને વર્ષા ગાયકવાડ અને કોંગ્રેસના અલ્પસંખ્યક વિભાગના પ્રમુખે સ્ટેજ પર હાથમાં તલવાર ઉગામી હતી. તેથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે એવી ભાજપે સોશિયલ મિડિયાના માધ્યમથી માગણી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : રસ્તા પર ટ્રાફિક હશે કે પછી પાણી ભરાયા હશે કે ખાડા પડી ગયા હશે, મુંબઈગરાને તમામ જોખમોની માહિતી મળશે મોબાઈલમાં… જાણો વિગતે
અસ્લમ શેખે આ બાબતે જોકે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેઓએ જાહેરમાં તલવાર લઈને નાચ્યા નહોતા. એક લઘુમતી સમુદાયનો કાર્યક્રમ હતો. સમાજના અમુક લોકો દ્વારા હાથમાં તેમના તલવાર આપવામાં આવી હતી.