ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
રવિવારે મોડી રાત્રે મુંબઈના મલાડ પશ્ચિમ વિસ્તારમાં આવેલા માસ્ટરજી કમ્પાઉન્ડમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. રિપૉર્ટ્સ અનુસાર, આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી ગઈ હતી. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડ હાલ સ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં લેવા કાર્યવાહી ચાલુ છે. જોકેહજી સુધી કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી.
સોશિયલ મીડિયા પર એક ન્યુઝ એજન્સી દ્વારા શૅર કરેલા ફોટામાં આગ અને કાળા ધુમાડા આકાશ સુધી પહોંચતા દેખાય છે. આ ન્યુઝ એજન્સીને ગોડાઉનના માલિક હરેશ લાખાણિયાએ જણાવ્યું હતું કેપ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગને કારણે અમારા ક્વોરેન્ટાઇન સેન્ટરના ગોડાઉનમાં પણ આગ લાગી છે અને નુકસાન થયું છે. અમારો તમામ માલ બળી ગયો છે.
ઉલ્લેખનીય છે કે અમુક દિવસો પહેલા ભિવંડીમાં પણ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. એમાં ૧૫ જેટલાં ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં. ઉપરાંત ૪ જૂને મુંબઈના ઓશિવારા વિસ્તારના એક બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોકેકોઈ જાનહાનિ થઈ ન હતી.