ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈના માટુંગા માં ડૉ. ભાઈ દાજી લાડ માર્ગ પર હાઈરાઈઝ સાંઈ સિદ્ધિ બિલ્ડીંગમાં મોક ડ્રીલ દરમિયાન થયેલા વિચિત્ર અકસ્માતમાં ઘાયલ થયેલા ફાયર ફાઈટરનું મૃત્યુ થયું છે. જીવન-મૃત્યુ વચ્ચે છ દિવસની લાંબી લડાઈ બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતક ફાયરબ્રિગેડના પંચાવન વર્ષના જવાન સદાશિવ ધોંડીબા કર્વે વડાલામાં ફાયર સ્ટેશનના ઓપરેટર હતા. ગયા શનિવારે માટુંગાની હાઉસિંગ સોસાયટીમાં મોકડ્રીલ ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. સાયન હોસ્પિટલમાં છ દિવસથી સારવાર ચાલી રહી છે. તેમના પગમાં સર્જરી કરવી પડી હોવાનું મુંબઈ ફાયર ચીફ હેમંત પરબે જણાવ્યું હતું.
વાલીઓ તૈયાર રહેજો!!! સ્કૂલબસના ભાડામાં આટલા ટકાનો વધારો ચૂકવવો પડશે; જાણો વિગત,
માટુંગામાં સાઈ સિદ્ધિ બિલ્ડિંગમાં મોક ડ્રિલ ચલાવતી વખતે એક વિચિત્ર અકસ્માતમાં ત્રણ ફાયર ફાઈટર ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી બેને સારવાર માટે સાયનની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મોકડ્રીલ ચાલી રહી હતી ત્યારે અચાનક પાણીનું દબાણ વધી જતાં ફોર્સની બે પૈકી એક ગાડી આગળ વધી હતી. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા, જેમાં ડ્રાઈવર, સદાશિવ કર્વેને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેના એક પગને કાપવા માટે સર્જરી કરાવવી પડી હતી.