ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
બોરીવલીમાં બુધવારે સાંજે ફાયરિંગનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના એન્જિનિયર પર ફાયરિંગ કરી બે શખ્સ ભાગી છૂટ્યા હતા. સદ્નસીબે ઑફિસર બચી ગયો હતો. તેને કોઈ ઈજા પહોંચી નથી. બોરીવલીના કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી તપાસ ચાલુ કરવામાં આવી હતી.
બોરીવલી ઓમકારેશ્વર મંદિર પાસે આ બનાવ બન્યો હતો. સાંજના સમયે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દીપક ખામ્બીટ કારમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સ તેમના પર ગોળી છોડીને ભાગી છૂટ્યા હતા. બંને જણે રેઇનકોર્ટ પહેર્યા હોવાથી તેમનો ચહેરો બરોબર જોઈ શકાયો નહોતો.આ બનાવ બાદ પોલીસે તુરંત નાકાબંધી કરી ભાગી છૂટેલા આરોપીની શોધખોળ આદરી હતી. આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ઝીણવટ રીતે તપાસ કરી રહી છે.
મુંબઈગરાઓ માટે ખુશખબર : મેટ્રોના બે રૂટ ડિસેમ્બર પહેલાં શરૂ થાય છે; જાણો કયા છે એ બે રૂટ?
મીરા-ભાઈંદરમાં ગેરકાયદે બાંધકામના તોડકામને લઈને એન્જિનિયર પર હુમલો કરવામાં આવ્યો હોવાને મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.