જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
સમસ્ત મહાજન દ્વારા મુંબઈ જ નહી પણ સમગ્ર મહારાષ્ટ્રમાં ગરીબ અને જરૂરિયાતમંદો સહાય કરવામાં હંમેશાથી આગળ રહ્યું છે. મહારાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિ દરમિયાન પણ મહિના સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, ભોજન, કપડા સહિતની અનેક મદદો પૂરી પાડી હતી. રોજ હજારો લોકોને મફતમાં ભોજન આપ્યું હતું. સમસ્ત મહાજનની આ પ્રવૃત્તિ જોકે આખું વર્ષ ચાલતી હોય છે. મુંબઈમાં પણ સમસ્ત મહાજન દ્વારા પ્રતિદિન ગરીબોને બપોરના મફતમાં ભોજન આપવામાં આવતું હોય છે. સાથે જ અનાજ વિતરણ જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. ગુરુવારે મલાડ અને કાંદિવલી વિસ્તારમાં ગરીબોને મફતમાં ભોજન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. એ સાથે જ અનાજની કિટ તથા કપડા પણ આપવામાં આવ્યા હોવાનું સમસ્ત મહાજનના ટ્રસ્ટી અને અગ્રણી સમાજસેવક ગિરીશભાઈ સતરાએ જણાવ્યું હતું.
મલાડ અને કાંદિવલીમાં સમસ્ત મહાજન દ્વારા ભોજન, અનાજ અને કપડાનું વિતરણ