167
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈના ગેરકાયદે બાંધકામ પર નિયંત્રણ લેવા અને આવક ઉભી કરવાના ઈરાદે મુંબઈ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ મુંબઈના ગેરકાયદે બાંધકામ પર બમણો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે.
સત્તાધારી પાર્ટી શિવસેનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના ઘરોને ૧૦૦ ટકા પ્રોપર્ટી ટૅક્સ માફ કર્યો છે. તેથી પાલિકાને લગભગ 400 કરોડ રૂપિયાનું સીધું નુકસાન થવાનું છે. તેથી પાલિકાએ તેની ભરપાઈ કરવા અને આવક વધારવા શહેરના ગેરકાયદે બાંધકામ પર બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની છે. 2022-23ના આર્થિક વર્ષથી તેને અમલમાં મૂકવામાં આવશે.
મુંબઈની શોભા બગડશે? આવક ઊભી કરવા પાલિકા ઠેર ઠેર ઊભા કરશે ડિજિટલ બોર્ડ; જાણો વિગત
તેમ જ નાગરિકો સમયસર પ્રોપર્ટી ટેક્સ ચૂકવે તે માટે પાલિકાએ હાઉસિંગ સોસાયટીઓના ડિફોલ્ટરોને સ્વતંત્ર બિલ મોકલવાનો નિર્ણય લીધો છે.
You Might Be Interested In