મુંબઈ શહેર

ગજબ છે : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર લાપતા.

Sep, 24 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

મુકેશ અંબાણીના એન્ટેલિયાની બહાર મળી આવેલી વિસ્ફોટકવાળી ગાડીના ગૂંચવાયેલા કેસમાં પરમવીર સિંહ ફસાયા છે. જેમાં તેમણે પોતાની ખુરશી છોડવી પડી હતી. મુંબઈના આ માજી પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર હોમગાર્ડના મહાનિદેશક પરમવીર સિંહ છેલ્લા કેટલાક સમયથી ગાયબ છે.

CIDના ઓફિસરો મુંબઈના બે ઠેકાણે અને ચંદીગઢમાં એક ઠેકાણે પરમવીર સિંહને વોરંટ આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ તે ત્યાં ન હતા.

સારા સમાચાર : પીએમસી બેંક સહિતની આટલી ફડચામાં ગયેલી તમામ બેંકોના થાપણદારોને પૈસા પાછા મળશે; જાણો વિગત  

આ વાત ઉપરથી લાગે છે કે પરમવીર સિંહની મુસીબતો વધી રહી છે. ફરી એકવાર ઉચ્ચસ્તરીય તપાસ આયોગે પરમવીર સિંહ વિરુદ્ધ જામીન વોરંટ રજુ કર્યું છે. ગત સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ચાંદીવાલ આયોગે પ્રથમ જામીન વોરંટ રજૂ કર્યું હતું અને તેમના બયાનના રેકોર્ડિંગ માટે સમનનું પાલન ન કરવા બદલ પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ચાંદીવાલ આયોગે અંતિમ મોકો આપતા પરમબીર સિંહને ૬ ઓક્ટોબરની સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે. આ વખતે તે ઉપસ્થિત નહીં થાય તો તેમની વિરુદ્ધ ગેરજામીન વોરંટ રજૂ કરાશે.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )