Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં નગરસેવકોનું અસ્તિત્વ સમાપ્ત, BMCનો કારભાર હવે પ્રશાસકના હાથમા, રાજકીય પાર્ટીઓની ઓફિસમાં લાગી જશે તાળા. જાણો વિગત

News Continuous Bureau | Mumbai      From Today administrator will be handling BMC

મુંબઈ મહાનગરપાલિકાની (BMC) મુદત સોમવારના રાતના પૂરી થઈ ગઈ છે. એ સાથે જ હવે મુંબઈમાં નગરસેવકોનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. મુંબઈનું મેયર (Mayor) પદ પણ હવે રિક્ત રહેશે. એ સાથે જ પાલિકામાં મેયરની ઑફિસથી લઈને તમામ સમિતિના અધ્યક્ષની ઓફિસ પરથી નામના બોર્ડ હટાવી લેવામાં આવશે અને તેને તાળા મારી દેવામાં આવશે.

Join Our WhatsApp Channel

મુંબઈ મહાનગરપાલિકાની (BMC Election) ચૂંટણીની  જાહેરાત થઈ ન હોવાથી ચાલુ પાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે. મંગળવાર એટલે કે આજથી તમામ કારભાર પ્રશાસકના (Administrator ) હાથમાં આવી ગયો છે. મુંબઈના પ્રશાસક તરીકે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ હવે મુંબઈ મહાનગરપાલિકાનો કારભાર સંભાળશે.  

મુંબઈ મહાનગરપાલિકાની મુદત સાત માર્ચ સુધીની હતી. આ વખતે મુદત પહેલા ચૂંટણી થઈ ન હોવાથી રાજ્ય સરકારે પાલિકામાં પ્રશાસક નિમવાનો નિર્ણય લીધો છે. તે મુજબ મંગળવારથી  તમામ કારભાર પ્રશાસકના હાથમાં આવી ગયો છે.  તેથી સામાન્ય સભાથી લઈને તમામ સમિતિનો અધિકાર પ્રશાસક પાસે રહેશે.

આ સમાચાર પણ વાંચો :  જેલમાં બંધ નવાબ મલિકને કોઈ રાહત નહીં, મુંબઈની વિશેષ કોર્ટે આટલા દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં; જાણો વિગતે

મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં આવેલી મેયર ઓફિસ તેમ જ વિરોધપક્ષ નેતાથી લઈને તમામ સમિતિના અધ્યક્ષની ઓફિસોને તાળા લાગી જશે. મેયર કિશોરી પેડણેકરને મહાનગરપાલિકાનું મેયર માટેનું  નિવાસસ્થાન છોડવું પડશે.

આ દરમિયાન સોમવારની સ્થાયી સમિતિમાં લગભગ ૧૦૦ જેટલા પ્રસ્તાવ રાખી મૂકવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવ પર પણ હવે પ્રશાસક નિર્ણય લેશે. એ સિવાય અન્ય સમિતિ સહિત સામાન્ય સભામાં મંજૂર નહી થયેલા પ્રસ્તાવ પર પણ પ્રશાસક નિર્ણય લેશે.

નગરસેવકોની મુદત પૂરી થઈ ગઈ હોવાથી સામાન્ય નાગરિકોને કોઈ પણ સમસ્યા હોય તો માટે મુંબઈના દરેક વોર્ડ માટે હૅલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. મુંબઈમાં નગરસેવક સરેરાશ ૪૦,૦૦૦ મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક વોર્ડમાં પાલિકાએ  સ્વતંત્ર  ટેલિફોન નંબર જાહેર કર્યો  છે. તેના પર  નાગરિકો આરોગ્ય, સ્વચ્છતા, પાણી, ઘનકચરા, નાના નાળાના સમારકામ જેવી સમસ્યાઓ માટે સંપર્ક કરી શકશે.

 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Exit mobile version