ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈના પૂર્વ ઉપનગરના ગુજરાતી વિસ્તાર ઘાટકોપરથી પોલીસે 18 કિલો ગાંજો જપ્ત કરતાં ખળભળાટ મચી ગયો હતો. ઘાટકોપર પોલીસે આ કેસમાં બેની ધરપકડ કરી હતી.
સ્કૂલ, કૉલેજ ચાલુ થઈ રહી છે ત્યારે ઘાટકોપર વિસ્તારમાંથી આટલા મોટા પ્રમાણમાં ગાંજો મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. ટીનએજરોને નશાનું વ્યસન લગાડનારી આખી ટોળકી જ કામ કરી રહી છે. ત્યારે ધાટકોપર (વેસ્ટ)માં અસલ્ફા વિલેજમાં બે લોકો ગાંજો વેચવા આવવાના હોવાની પોલીસને ટિપ મળી હતી. એ આધારે પોલીસે છટકું ગોઠવીને બે લોકોને રંગે હાથે પકડી પાડ્યા હતા. બંને આરોપી પાસેથી 3,60,000 રૂપિયાની કિંમતનો 18 કિલો ગાંજો મળી આવ્યો હતો. આરોપીમાં 48 વર્ષના અનિલ પ્રતાપ નેતલે અને 37 વર્ષના શૈલેશ પરદેશ સિંહનો સમાવેશ થાય છે. બંને આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
મુંબઈના ઘાટકોપરમાંથી આટલા કિલોનો ગાંજો પોલીસે કર્યો જપ્ત : બેની કરી ધરપકડ; જાણો વિગત
242
Join Our WhatsApp Community