ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
મુંબઇના પોલીસોએ 12 કલાકની ફરજ બજાવ્યા સિવાય કોઇ છૂટકો જ નથી.
કોરોના મહામારીમાં પૂરતા સ્ટાફની અછતને કારણે આઠ કલાકની ડયુટી બજાવવાની તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.
પોલીસ ખાતાના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હાલના સંજોગોમાં 12 કલાક ડયુટી કરવી પડશે.
પોલીસ ફોર્સમાં સ્ટાફની અછત છે અને પોલીસોએ ખૂબ દૂરના અંતરેથી ડયુટી પર આવવું-જવું પડે છે.
આને કારણે બાર કલાકની ડયુટી રાખ્યા સિવાય કોઇ છૂટકો નથી.
ઉલ્લેખનીય છે કે મે 2016માં પોલીસમેનો માટે આઠ કલાકની ડયુટીનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply