ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોનાના આ કપરા સમયમાં માતૃભાષાની શાળાના વિદ્યાર્થીઓને મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા તા. ૯/૯/૨૧ એટલે કે ગુરુવારે મલાડ પૂર્વની જેડીટી માધ્યમિક શાળાના 102 વિદ્યાર્થીઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે માસ્ક, બૉલપેન પણ આપવામાં આવ્યાં હતાં. તેમ જ વાલીઓ, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
અનાજની કિટમાં કુલ 14 વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. એમાં 5 kg ઘઉંનો લોટ, 2 kg કોલમ ચોખા,1 1/2 kg તુવેર દાળ, 1 kg સનફ્લાવર તેલ, 1/2 kg ચણા દાળ, 1 1/2 kg સાકર, 100 gm હળદર, 1/2 kg મગ, 1 kg મીઠું, 1/2 kg પૌંઆ, 1/4 kg ચા, 100 gm મરચું, 1 નિરમા સાબુ, 1 kg ગોળ જેવી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે
ઉલ્લેખનીય છે કે મુંબઈ ગુજરાતી સંગઠન અને S.V.P.V.V. કાંદિવલીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના શ્વાસ ગ્રુપ તરફથી આ અનાજની કિટ આપવામાં આવી હતી.