News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai) સહિત મહારાષ્ટ્રભર(Maharashtra) માં ગઈ કાલ સવારથી વરસાદ(Rain) પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે(IMD) આગામી ત્રણ દિવસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ(heavy rain)ની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પર સફર કરનારા માટે મોટા સમાચાર – આજે અનેક રૂટ પર બેસ્ટની બસ બંધ છે
હવામાન ખાતાની આગાહી મુજબ, બંગાળની ખાડી(Bay of Bengal)માં બનેલું લો પ્રેશર(Low Pressure) આગામી 24 કલાકમાં ડિપ્રેશન(depression)માં ફેરવાઈ જશે. તેમજ કોંકણ તટીય વિસ્તારમાં લો પ્રેશર ઝોનની રચનાને કારણે ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન વિદર્ભ(Vidarbha)માં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વળી મુંબઈ માટે 8, 9 અને 10 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ(Orange alert) પણ જારી કરવામાં આવ્યું છે. ત્રણેય દિવસ 100 મીમીથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે નદી કિનારે રહેતા લોકોને સાવધાન રહેવાની ચેતવણી(warning) આપી છે.