News Continuous Bureau | Mumbai
ભારતીય હવામાન વિભાગે(Indian Meteorological Department) આજે મુંબઈ(Mumbai), નવી મુંબઈ(Navi mumbai), થાણે(Thane) અને પાલઘરમાં(Palghar) અલગ-અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી(Heavy rain forecast) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
સાથે જ IMDએ મુંબઈ અને થાણે માટે 'ઓરેન્જ' એલર્ટ(Orange' alert) જાહેર કર્યું છે જ્યારે પાલઘર, રાયગઢ, નાસિક, પુણે, ગોંદિયા, ગઢચિરોલી અને ચંદ્રપુર માટે 'રેડ' એલર્ટ(Red' alert) જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નદી અને દરિયાની નજીક રહેતા લોકોને પહેલાથી જ સૂચના આપી દેવામાં આવી છે અને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના
ઉલ્લેખનીય છે કે મંગળવારે, તેજ પવન સાથે પડેલા ભારે વરસાદ ને પગલે મુંબઈ અને તેના ઉપનગરોના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.