ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
એન્ટિજેન ટેસ્ટ કરી પરત ફરતી વખતે એક આરોપી છૂ થઈ ગયો છે. આ ઘટના કાંદિવલીમાં બની હતી અને હવે ચારકોપ પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. આ આરોપી એક ૧૭ વર્ષની યુવતીના પ્રેમમાં હતો, પરંતુ તેના પરિવારે આ બાબતે મંજૂરી આપી ન હતી. આ સમય દરમિયાન યુગલ વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. આ આરોપી પર બળાત્કારનો આરોપ મુકાયો હતો અને આ ગુનાસર પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ ૨૧ વર્ષીય આરોપીનું નામ અવિનાશ યાદવ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યાદવની 26 જૂન, 2021ને રોજ ચારકોપ પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને એન્ટિજેન ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. પરત જતાં પોલીસની ગાડી કાંદિવલી સિગ્નલ પર ઊભી હતી. એનો ફાયદો ઉઠાવતાં યાદવે પોલીસને ધક્કો માર્યો અને હાથમાં હાથકડી સહિત ભાગી છૂટ્યો હતો.
મુંબઈમાંથી પાંચ લાખ રસીની શીશીઓ ગાયબ; પાલિકાએ આપ્યા તપાસના આદેશ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ચારકોપ પોલીસે તરત જ તમામ પોલીસ સ્ટેશનોને સંદેશ આપ્યો અને તેની શોધ શરૂ કરી છે. આ અત્યંત ફિલ્મી રીતે બનેલી ઘટનાથી પોલીસ પ્રશાસન પણ હાલી ગયું છે.