ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગણેશોત્સવ નજીક આવવાની સાથે જ મહારાષ્ટ્ર સરકારનું ટેન્શન વધી ગયું છે. સરકાર ગણેશોત્સવની ઉજવણીમાં એક પછી એક પ્રતિબંધો મૂકી રહી છે. લાલબાગ, પરેલ, શિવડી અને નાયગાવ જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. અહીં મોટા પ્રમાણમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ગણપતિનાં દર્શન કરવા ભક્તોનાં પૂર ઊમટી પડતાં હોય છે.
ભક્તોની ભીડ અને કોરોનાના જોખમને જોતાં ગણેશોત્સવમાં લાલબાગ, પરેલ, શિવડીમાં ગણેશભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર, પોલીસ અને પાલિકાએ તથા બૃહન્મુંબઈ સાર્વજનિક સમન્વય સમિતિ સહિત આ વિસ્તારનાં ગણેશ મંડળો સાથે હાલમાં જ એક બેઠક કરવામાં આવી હતી. એમાં મંડપમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહ! મુંબઈમાં યુવા પેઢીને શીખવા મળશે અહીં તલવારબાજીના પાઠ; જાણો વિગત
આ મંડળોને તેમના ગણપતિનાં ઑનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારના મંડપમાં ભક્ત સ્થાનિક રહેવાસીઓને જ પ્રવેશ રહેશે.