મુંબઈ શહેર

મહિલાના ગળાની ચેન ખેંચવાનો પ્રયાસ કરનારા ચોરની લોકોએ જબરદસ્ત ધુલાઈ કરી નાખી; જુઓ વીડિયો

Sep, 24 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

કોરોનાકાળમાં બેરોજગારી વધી ગઈ હોવાથી મુંબઈમાં ક્રાઇમની ઘટનાઓ વધી ગઈ છે. ઘણા સમયથી ચેન ખેંચવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભિવંડીમાં એક ચોર ચેન ખેંચવાનો પ્રયાસ કરતાં પકડાઈ ગયો હતો. ચોરની જબરજસ્ત ધુલાઈ નાગરિકોએ કરી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. 

ભિવંડીના કોબંડપાડા વિસ્તારમાં એક મહિલા ગણપતિ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટૂ વ્હીલર પર આવેલા ચોરે મહિલાના ગળાનું બે તોલાનું મંગલસૂત્ર ખેંચીને નાસવાનો પ્રયત્ન કર્યો. એટલામાં મહિલાએ બૂમાબૂમ કરી. આ જોઈને સ્થાનિકો ચોરની પાછળ ભાગ્યા અને તેને પકડી પાડયો. ચોર ટૂ વ્હીલર પરથી નીચે પડ્યો. પછી રસ્તા પરના લોકોએ તેને બેફામ માર્યો. એક જણે તો તેના ઉપર સાઇકલ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો.

પડયાં પર પાટું. મોંધવારીથી ત્રસ્ત નાગરિકોને પડશે વધુ ફટકો. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે અધધ વધારો ; જાણો વિગત

 લોહીલુહાણ થયેલા ચોરને પોલીસે સારવાર માટે હૉસ્પિટલમાં મોકલીને નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો.

 

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )