ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
ઘરેથી ભાગી આવેલા અથવા પ્રવાસ દરમિયાન વિખૂટા પડી ગયેલા બાળકો અથવા તો અમુક સમયે અપહરણ થયા બાદ તેમના કબજામાંથી ભાગી છૂટેલા બાળકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર મળી આવતા હોય છે. રેલવે પોલીસે આવા બાળકોના પરિવારને શોધીને તેમની સાથે મિલાપ કરાવી આપવાનું સરાહનીય કામ કરતી હોય છે. છેલ્લા 11 મહિનામાં સેન્ટ્રલ રેલવે અંતર્ગત રેલવે પોલીસે 864 બાળકોને બચાવી તેમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે.
રેલવે પોલીસે મિડિયાને આપેલી માહીતી મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF), ટિકિટ ચેકર (TC), ગર્વનેન્ટ રેલવે પોલીસ(GRP) અને સેન્ટલ રેલવેના સ્ટેશન કર્મચારી સાથે મળીને પરિવારથી છૂટા પડી ગયેલા બાળકોની યાદી બનાવી હતી. આવા બાળકોને તેમણે સંરક્ષણ આપ્યું હતું અને તેમના ધરનો એડ્રેસ જાણીને પરિવારને શોધી કાઢયા હતા.
જાન્યુઆરીથી નવેમ્બર 2021 સુધીમાં રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિસરમાં આવા 864 બાળકોને બચાવ્યા હતા. જેમાં 535 છોકરા અને 329 છોકરીઓનો સમાવેશ થાય છે. આ બાળકોમાં મોટાભાગના લોકો પોતાના ઘરેથી ભાગી છૂટયા હતા. આ બાળકો ટ્રેન, રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિસરમાં મળ્યા હતા
વાહ! મુંબઈના દરિયાકિનારે આવી પહોંચી થાઈલેન્ડની માછલીઓ. જાણો વિગત
11 મહિનામાં 864 બાળકો મળ્યા હતા, તેમાંથી મુંબઈ ડિવિઝનના 322 બાળકો, પુણે ડિવિઝનના 306 બાળકો, ભુસાવળ ડિવિઝનના 128 બાળકો, નાગપૂર ડિવિઝનના 66 બાળકો અને સોલાપૂર ડિવિઝનના 42 બાળકોનો સમાવેશ થાય છે.