ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈમાં એકંદરે કોરાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોના કેસમાં ઘટાડો થયો છે, છતાં નિષ્ણતો સતત ત્રીજી લહેરના જોખમની ચેતવણી આપી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ‘બ્રેક ધ ચેઇન’ હેઠળ મોટા ભાગની તમામ છૂટછાટો આપી છે, પરંતુ ત્રીજી લહેરના જોખમને કારણે માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા તમામ નિયમોનું પાલન કરવા પર ભાર આપ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ સતત લોકોને સાર્વજનિક સ્થળ પર ભીડ નહીં કરવાની ચેતવણી આપવામાં આવતી હોય છે. જોકે લોકો સરકાર અને પાલિકાની ચેતવણીને ઘોળીને પી ગયા છે. વાંરવાર સૂચના આપ્યા બાદ પણ મુંબઈના અનેક વિસ્તારમાં આવેલી બજારોમાં લોકો ભીડ કરતા હોય છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું હોય છે. ભીડભાડવાળા વિસ્તારમાં કોરોના સ્પ્રેડર બની શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર : ખર્ચ પાંચ વર્ષ પહેલાં કર્યો અને પ્રસ્તાવ છેક હવે!
કાંદિવલીમાં પોઇસર વિસ્તારમાં દર બુધવારે સાપ્તાહિક બજાર ભરાતી હોય છે. એમાં સ્થાનિકો ખરીદી માટે ભારે ભીડ કરતા હતા. વારંવારની ચેતવણીને નહીં ગણકારતાં પાલિકાએ નાછૂટકે સખત થવું પડ્યું અને બુધવારે સાપ્તાહિક બજાર ભરવા દીધી નહોતી.