ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, પરંતુ પશ્ચિમ પરાના બોરીવલીમાં પરિસ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. હાલ સમગ્ર મુંબઈમાં કોરોનાના સૌથી વધુ ઍક્ટિવ કેસ 1,596 બોરીવલીમાં છે. એમાં પાછું હવે બ્રેક ધ ચેઇન હેઠળ નિયમો શિથિલ કર્યા બાદ દુકાનો ખુલ્લી મૂકવામાં આવી છે. જેમ જેમ વધુ લોકો ઘરની બહાર નીકળશે તેમ તેમ પરિસ્થિતિ હજી વધુ બગડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે બોરીવલીમાં કેસમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. હાલ મુંબઈમાં 16,580 ઍક્ટિવ કેસ છે, એમાં મુંબઈના 24 વૉર્ડમાંથી સૌથી વધુ ઍક્ટિવ કેસ આર-સેન્ટ્રલ વૉર્ડ એટલે કે બોરીવલીમાં છે. હાલ અહીં કોરોનાના 1,596 ઍક્ટિવ કેસ હોવાથી પાલિકા પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે.
ઍક્ટિવ કેસ વધારે છે એ સાથે જ મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના નોંધાયેલા કુલ કેસમાં પણ બોરીવલી બીજા નંબરે છે. અંધેરી (પશ્ચિમ) બાદ બોરીવલીમાં વધુ કેસ નોંધાયા છે. ગયા વર્ષના માર્ચ મહિનાથી અત્યાર સુધી બોરીવલીમાં કોરોનાના કુલ 48,517 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં અહીં કોરોનાને પગલે 909નાં મૃત્યુ થયાં છે. હાલ બોરીવલીમાં ઇમારતમાં સીલ કરવામાં આવેલા માળાની સંખ્યા પણ 171 છે.
બોરીવલીમાં બહુ જલદી પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાના દાવા થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે આપેલી છૂટછાટને કારણે દુકાનો ફરીથી ખૂલી રહી છે. એથી વધુ લોકો બહાર નીકળશે અને આગામી દિવસોમાં કેસમાં હજી વધારો થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક નગરસેવક હરીશ છેડાએ જણાવ્યું હતું કે પાલિકા પ્રશાસનની ઘોર બેદરકારીની સાથે જ સ્થાનિક નાગરિકો પણ એ માટે એટલા જ જવાબદાર છે. વેક્સિનેશન વધારવાની વાત વચ્ચે બોરીવલીમાં મોટા ભાગના વેક્સિનેશન સેન્ટર બંધ છે. હાલ 18થી 45 વર્ષના લોકોને રસી આપવાનું બંધ છે. એની સામે સૌથી વધુ કોરોનાનો ચેપ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે. પાલિકાએ વેક્સિનેશન વધારવું જોઈએ, તો પરિસ્થિતિ