News Continuous Bureau | Mumbai
મોંઘવારીની(Inflation) ચક્કીમાં પીસાઈ રહેલા સામાન્ય નાગરિકો માટે હવે સાદુ લીંબુ શરબત (Lemon juice)પીવું પણ મોંઘુ થઈ ગયું છે. ઉનાળા(Summer)ની કાળઝાળ ગરમી(Summer heat)માં રાહત આપનારું લીંબુ શરબત પાંચથી દસ રૂપિયામાં વેચાતું હતું, તે હવે સીધું 15ને 20 રૂપિયા થઈ ગયું છે.
રેલવે સ્ટેશનોની (Railway Station) બહાર અને ખાસ કરીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લીંબુના શરબત પણ વેચાતા બંધ થઈ ગયા હોવાનું જણાય છે. લીંબુ શરબત મોંઘા થતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે અન્ય ઠંડાં પીણાં તરફ વળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લીંબુ થયા મોંઘા… હવે નજર કેમ ઉતારવી? યહ લીંબુ હમકો દે દે ઠાકુર… સોશિયલ મીડિયા પર લીંબુ પુરાણ શરૂ.. જુઓ મજેદાર અને હાસ્યાસ્પદ કાર્ટુનો….
દિવસભર ગરમીમાં બહાર કામ કરનારા કામદાર અને શ્રમિક વર્ગ મોટા પ્રમાણમાં ઉનાળાની ગરમીમાં લીંબુ પાણીનો સહારો લેતો હોય છે. પરંતુ સામાન્ય રીતે પાંચ રૂપિયામાં મળતા શરબત હવે લીંબુ મોંઘા થયા હોવાના કારણે 15થી 20 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે, તેથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં લીંબુ પાંચથી દસ રૂપિયામાં મળતા હતા. ઇંધણના ભાવમાં પણ વધારો થયો છે, તેના કારણે પરિવહનનો ખર્ચો વધી ગયો છે. તેથી પણ લીંબુના ભાવમાં વધારો થયો છે.