ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
થોડા સમયથી આરે કૉલોનીમાં દીપડાએ જબરદસ્ત આતંક મચાવ્યો છે. માનવવસતિમાં ઘૂસીને સ્થાનિક નાગરિકો પર હુમલાના બનાવ વધી ગયા છે. રવિવારે ફરી એક વખત આરે યુનિટ-4માં એક વરિષ્ઠ નાગરિક પર દીપડો હુમલો કરીને ભાગી છૂટ્યો હતો. જખમીને તુરંત જોગેશ્વરીમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બે મહિનામાં જ દીપડાએ માનવ પર નવ હુમલા કર્યા છે. દીપડાના આતંકને રોકવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરાં પણ લગાવ્યાં હતાં. બે વખત તો દીપડા પાંજરામાં પુરાઈ ગયા હતા. બાદમાં તેમને બોરીવલીમાં સંજય ગાંધી નૅશનલ પાર્કના જંગલમાં લાંબે છોડી મૂકવામાં આવ્યા હતા. છતાં ઉપરાઉપરી માનવવસતિમાં ઘૂસીને તેમના પર હુમલો કરવાના બનાવ વધી ગયા છે.
આખરે 29 વર્ષ બાદ ભારત સામે પાકિસ્તાનની 'વિરાટ' જીત, બાબર-રિઝવાનની જોડીએ ઇતિહાસ રચ્યો
આરે કૉલોનીના જંગલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે લગભગ 11 પાંજરાં બેસાડ્યાં છે. અધિકારીઓ દીપડાને પકડવાના સતત પ્રયાસમાં છે, પરંતુ દીપડા છટકી જતા હતા છે. દીપડાના સતત હુમલાને પગલે સ્થાનિક નાગરિકોને પણ દીપડાથી કેવી રીતે પોતાનો બચાવ કરવો એ બાબતે જાગૃતિ લાવવાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્રયાસ કરી રહી છે.