ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
મુંબઈમાં લોકલ ટ્રેનમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી અંગે ‘તારીખ પે તારીખ’નો ક્રમ હજી ચાલુ જ છે. મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન વિજય વડેટ્ટીવારે આજે વહેલી સવારે કહ્યું હતું કે મહામારીનો અંત ન આવે ત્યાં સુધી સામાન્ય લોકો મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે નહીં. મુંબઈ અનલૉકના પ્રથમ તબક્કામાં છે, છતાં શહેરમાં ત્રીજા તબક્કાના નિયમો યથાવત્ લાગુ છે.
BMCએ આજે પરિપત્ર બહાર પાડી જણાવ્યું હતું કે “કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હોવાથી હાલના સમયમાં, મુંબઈમાં ત્રીજા તબક્કાના નિયમો જ લાગુ રહેશે.” એટલે આવશ્યક અને બિનજરૂરી બંને દુકાનને સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની મંજૂરી છે, પરંતુ મૉલ્સ, થિયેટરો અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. ઉપરાંત, ફક્ત આવશ્યક સેવા કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને ઉપનગરીય સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ છે.
થાણા RTOમાંથી પકડાયો RC બુકનો ફર્જીવાડો; સામે આવી ચોંકાવનારી હકીકત; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રધાને કહ્યું હતું કે લોકલ ટ્રેન બાબતે ૧૫ જૂન બાદ નિર્ણય લેવાશે અને ત્યાર બાદ મુંબઈ પ્રથમ તબક્કામાં ન આવે ત્યાં સુધી લોકલ ટ્રેનમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી આપવી જોખમી ગણાશે.