ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, 2021
શુક્રવાર
છોકરીઓને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી તેનો ગેરફાયદો લેનારાઓને હાલમાં જ થાણેમાં રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ચિત્રપટ કર્મચારીના પદાધિકારીઓએ આ ટોળકીને રંગે હાથે પકડીને તેમની બરોબરની ધોલધપાટ કરી પોલીસને સોંપી દીધા હોવાનો બનાવ બન્યો હતો.
હિન્દી ફિલ્મમાં કામ અપાવવાની લાલચે એક યુવતીને થાણેમાં હૉટેલમાં પ્રોડ્યુસરને મળવા માટે બોલાવી હતી. ટોળકીના લીડરે યુવતીને પ્રોડ્યુસર સહિત તેના અન્ય માણસોને હૉટેલમાં ખુશ કરશે તો તેને કામ આપવામાં આવશે એવી લાલચ આપી હતી. આ યુવતીએ તુરંત તેની ફરિયાદ મનસેના ચિત્રપટ કર્મચારી સેનાને કરી હતી. તેઓએ યુવતી સાથે મળીને છટકું ગોઠવીને આખી ટોળકીને પકડી પાડી હતી.
વિરારમાં ICICI બૅન્કમાં ચોરીનો પ્રયાસ; મૅનેજરની બૅન્કમાં જ હત્યા થઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી
ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી યુવતીઓનું શારીરિક શોષણ કરનારી ટોળકીના તમામ સભ્યોને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ટોળકીના લોકોને માર મારવામાં આવ્યો હતો. તેમની પાસે જાહેરમાં માફી મગાવવામાં આવી હતી અને બાદમાં તેમને પોલીસને સોંપી દેવામાં આવ્યા હોવાનું મનસેના ચિત્રપટ કર્મચારી સેનાના ઉપાધ્યક્ષ પદ્મનાભ રાણેએ જણાવ્યું હતું.