ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
વર્સોવા-બાંદરા સી લિંકના કામમાં વિલંબ બદલ કૉન્ટ્રૅક્ટર રિલાયન્સ અસ્ટાલ્ડીને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ((MSRDC)એ દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. કૉન્ટ્રૅક્ટરને પ્રોજેક્ટમાં વિલંબ કરવા બદલ પ્રતિ દિન 3.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જે કદાચિત અત્યાર સુધીની હાઈએસ્ટ રકમ હોવાનો અંદાજો છે.
MSRDC દ્વારા અગાઉ જ કૉન્ટ્રૅક્ટરને શો–કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી તેમ જ કામમાં વિલંબ કરવા બદલ તેની પાસે કારણ પણ માગવામાં આવ્યું હતું. 17.7 કિલોમીટર લાંબા બાંદરા-વર્સોવા સી લિંકનું કામ જુલાઈ 2019માં રિલાયન્સ અસ્ટાલ્ડીને આપવામાં આવ્યું હતું. સી લિંકનું સંપૂર્ણ કામ 2025 સુધીમાં પૂરુ કરવાનું છે.
સી લિંકના કૉન્ટ્રૅક્ટની શરત મુજબ કૉન્ટ્રૅક્ટરને 31 ઑગસ્ટ, 2021 સુધીમાં 5 ટકા ફિઝિકલ કામ પૂરું કરવાનું હતું, તો ફાઇનાન્શિયલી પ્રોગેસ પણ બતાવવાનો હતો. MSRDCના દાવા મુજબ કૉન્ટ્રૅક્ટરે હજી સુધી માત્ર 0.62 ટકા જ ફિઝિકલી કામ થયું છે, ફિઝિકલી પ્રોગ્રેસ પણ માત્ર 2.05 ટકા થયો છે. કૉન્ટ્રૅક્ટરને અત્યાર સુધીમાં ઍડવાન્સમાં 203.26 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.
MSRDCના દાવા મુજબ ઑલરેડી કૉન્ટ્રૅક્ટરને 250 દિવસ કામ પૂરા કરવા માટે લંબાવી આપવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે પણ તેમને વધુ 184 દિવસ લંબાવી આપવામાં આવ્યા હતા. છતાં મુદતમાં કામ પૂરું કરવામાં કૉન્ટ્રૅક્ટર નિષ્ફળ ગયો છે.
નિર્ભયા જેવા બળાત્કાર અને મોતના કેસથી હચમચી ગયું મહારાષ્ટ્ર, સીએમ ઠાકરેએ આપ્યો આ આદેશ ; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ લગભગ 7,000 કરોડ રૂપિયાનો છે અને કૉન્ટ્રૅક્ટરને કામમાં વિલંબ કરવા માટે પ્રતિદિન 3.5 કરોડ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.