ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જૂન 2021
મંગળવાર
લૉકડાઉનને પગલે મુંબઈમાં લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવાની મંજૂરી નહોતી. તેથી BEST દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી રહી હતી. જોકે BEST પાસે ઓછી બસ છે. તેથી ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં લગભગ 1,000 બસ MSRTC (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન) પાસેથી ભાડા પર લીધી હતી. જોકે હવે MSRTCએપોતાની તમામ બસને પાછી બોલાવી લીધી છે. વર્ષની શરૂઆતમાં MSRTCએ 300 બસ પાછી બોલાવી લીધી હતી. હવે બાકી રહેલી બસને પણ પાછી બોલાવી લીધી છે. હજી પણ સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનીમંજૂરી નથી. એથી તેઓને બેસ્ટની બસમાં પ્રવાસ કરવો પડી રહ્યો છે. એવામાં બસની સંખ્યા ઘટી જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. BESTની સંખ્યા ઓછી થવાથી બસમાં ભીડ થવાની શક્યતા છે.
જે સફાઈ કર્મચારીને શિવસેનાએ કચરાથી નવડાવ્યો હતો તેણે આત્મહત્યાની ધમકી આપી; જાણો આખી વિગત
તેને કારણે કોરોના ફેલાવાનું જોખમ વધી શકે છે, તો બસની ફ્રીક્વન્સી પણ ઘટી જવાને કારણે બે બસ વચ્ચે અંતર વધી જવાથી પણ ભીડ વધવાની શક્યતા છે.