166
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
લખીમપુર ખેરી હિંસાને કારણે મહારાષ્ટ્રમાં આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બંધની અસર દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર બંધમાં અત્યાવશ્યક સેવાઓ ચાલુ રહેશે એવી સરકારની જાહેરાત બાદ પણ મુંબઈના અનેક વિસ્તારમાં બેસ્ટની બસોની તોડફોડ કરવામાં આવી હતી. બેસ્ટની બસ અત્યાવશ્યક સેવામાં ગણાય છે, છતાં સવારના 9 વાગ્યા સુધી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 8 બસની તોડફોડ કરવામાં આવી હતી, તો અનેક ઠેકાણે બેસ્ટની બસોને રસ્તા પર જ રોકી દેવામાં આવી હોવાની ફરિયાદો આવી હતી. જે પગલે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ દાદર સ્ટેશનનો વીડિયો…
મહારાષ્ટ્ર બંધમાં મુંબઈમાં સવારના 9 વાગ્યા સુધીમાં આટલી બેસ્ટની બસોની થઈ તોડફોડ; જાણો વિગત
You Might Be Interested In