ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
ગોરેગામમાં આવેલી મ્હાડા કૉલોની સિદ્ધાર્થનગરના રિડેવલપમેન્ટનો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે. સિદ્ધાર્થનગર એ મ્હાડાએ બનાવેલી કૉલોની છે. વર્ષોથી આ એરિયાના રિડેવલપમેન્ટને મંજૂરી મળે એની રાહ જોવાઈ રહી છે. છેવટે કૅબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી સાથે જ અહીં સેંકડો પરિવારને રાહત થઈ છે.
લગભગ 47 એકરમાં ફેલાયેલા સિદ્ધાર્થનગરમાં ઘર જૂના અને ખખડી ગયેલી હાલતમાં હોવાથી ચિંતાનો વિષય છે. આ અત્યંત ગીચ વસતી ધરાવતો એરિયા છે. જે પત્રાચાલ તરીકે પણ ઓળખાય છે. રાજ્ય સરકારની કૅબિનેટે સિદ્ધાર્થનગરના વિકાસને મંજૂરી આપી છે. સરકારની મંજૂરી બાદ અહીં રિડેવલપમેન્ટનું કામ મ્હાડા જ કરવાની છે. જેમાં મૂળ ભાડૂતોને કામ પૂરું થાય નહીં ત્યાં સુધી ભાડું પણ મ્હાડા જ આપશે. અહીં રહેલા મૂળ 672 મકાનમાલિકને તેમના ઘર પાછા આપવામાં આવશે. રિડેવલપમેન્ટ બાદ બાકીના ઘર મ્હાડા લૉટરીના માધ્યમથી વેચી શકશે.
સારા સમાચાર : ઘાટકોપર માનખુર્દ લિંક રોડ આ તારીખ સુધીમાં શરૂ થશે
લગભગ 2008ની સાલથી સિદ્ધાર્થનગરના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અટવાઈ પડ્યો હતો. હવે જોકે એને મંજૂરી મળી ગઈ છે. બે વર્ષમાં આ કામ પૂરી કરવાની ડેડલાઇન આપવામાં આવી છે. સિદ્ધાર્થનગર બાદ આગામી સમયમાં હવે મોતીલાલ નગર સહિત અંધેરી તથા કાંદિવલીના ચારકોપમાં પણ રહેલી જૂની મ્હાડા કૉલોનીના વિકાસને વેગ મળશે એવું માનવામાં આવે છે.