ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં થયેલા બોગસ રસીકરણ મામલે હવે એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી ડૉ. મનીષ ત્રિપાઠીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ધરપકડ પૂર્વેની જામીન અરજી નામંજૂર થયા બાદ ત્રિપાઠીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બોગસ રસીકરણ કેસના થયેલા પર્દાફાશમાં આ ડૉક્ટર પર આરોપ છે કે નકલી વેક્સિનનો આ પુરવઠો તેણે પૂરો પાડ્યો હતો.
દરમિયાન, હાલમાં કોરોનાને હરાવવાનો રસી એકમાત્ર વિકલ્પ છે. જોકેતેનો ફાયદો ઉઠાવી મુંબઈમાં મોટા પાયે લોકોની છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસે શહેરનાં વિવિધ સ્થળોએ બોગસ રસીકરણ શિબિરો યોજવા માટે થોડા દિવસ પહેલાં એક ગૅન્ગની ધરપકડ કરી હતી. આ સંદર્ભે મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં સાત કેસ નોંધાયા છે. આ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું પણ ગઠન કરવામાં આવ્યું છે.
મલાડમાં બનશે ખારા પાણીને મીઠો બનાવતો પ્લાન્ટ, દિવસનું આટલા કરોડ લિટર પાણી મળશે; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ મામલે મુંબઈમાં સાત કેસ નોંધાયા છે અને કુલ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ જ આ કેસમાં મુખ્ય આરોપી ડૉ. મનીષ ત્રિપાઠીએ આત્મસમર્પણ કર્યું છે. આ ગૅન્ગે વેક્સિનને નામે ૨,૦૫૩ લોકો સાથે છેતરપિંડી કરી હતી.