News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)થી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં નશામાં ધૂત એક યુવક સ્કાયવોકના (Skywalk roof) છાપરા પર ચડેલો જોવા મળે છે. આ વીડિયો(Video) માં જોઈ શકાય છે કે યુવક ઘણો હંગામો મચાવી રહ્યો છે, જ્યારે નીચે મોટી ભીડ(crowd) જમા થઇ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા(Highvoltage Drama) બાદ આખરે પોલીસે તેને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. હવે પોલીસે 24 વર્ષીય યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મામલો ગાંવદેવી(Gaon Devi) વિસ્તારના નાના ચોક સ્કાયવોકનો છે.
નશામાં ધૂત યુવકનો #સ્કાયવોકની છત પર #હાઈવોલ્ટેજ ડ્રામા, #પોલીસે આ રીતે બચાવ્યો.. જુઓ #રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વીડિયો..
#mumbai #grantroad #skywalk #skywalkroof #police #rescueoperation #newscontinuous pic.twitter.com/GVFepwieLR
— news continuous (@NewsContinuous) October 20, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવક બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે ગ્રાન્ટ રોડ રેલ્વે સ્ટેશન નજીક નાના ચોક સ્કાયવોક(Skywalk)ની છત પર ચઢ્યો હતો. જે બાદ ભારે હંગામો થયો હતો. માહિતી મળતાં જ ગામદેવી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી તેણે યુવકને નીચે ઉતરવાની સલાહ આપવાનું શરૂ કર્યું. લગભગ દોઢ કલાક બાદ પોલીસ યુવકને પકડવામાં સફળ રહી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર 12 કલાકમાં ગુજરાતની બે વખત ધ્રુજી- આ બે અલગ અલગ જગ્યાએ અનુભવાયા ભૂકંપના આંચકા- લોકો દોડ્યા ઘરની બહાર
વાયરલ થઈ રહેલી ક્લિપ(Viral Video)માં તમે જોઈ શકો છો કે એક યુવક સ્કાયવોક (Skywalk) ની છત પર ઉભો છે. તે જ સમયે, ચાર લોકો દૂર ઉભા છે, જે કદાચ પોલીસ છે. તેઓ યુવકને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યુવક માનતો નથી. ત્યારે તેમાંથી એક યુવકને પકડીને પોતાની તરફ ખેંચે છે. આ પછી, તેઓ સાથે મળીને તેને પકડે છે. આ દરમિયાન સાવચેતીના ભાગરૂપે પોલીસ પણ નીચે ચાદર પકડીને ઊભી રહે છે, જેથી યુવક ઉપરથી પડી જાય તો તેને જમીન પર પડતા બચાવી શકાય.