ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)એ રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે “રોકડની અછતને ટાળવા માટે, આ અઠવાડિયાના અંત સુધીમાં તમારી મંજૂરી જલદી જરૂરી છે." એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ જાપાનના ઍમ્બેસૅડરે ચાર મહિના અગાઉ જ મેટ્રો 3ના કામકાજ લંબાવાની વાત કહી હતી, પરંતુ ચાર મહિના પછી પણ રાજ્ય સરકાર વધુ પૈસા ખર્ચવાની મંજૂરી આપવામાં પણ નિષ્ફળ ગઈ છે, કારણ કે પ્રોજેક્ટનો ખર્ચ 23,136 કરોડ રૂપિયાથી વધીને 33,406 કરોડ રૂપિયા થઈ ગયો છે.
ગયા ડિસેમ્બરમાં, બૉમ્બે હાઈ કોર્ટે કાર શેડ માટે કંજુરમાર્ગ પ્લૉટ સોંપવાના પરા કલેક્ટરના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. 2013થી, JICA એ મેટ્રો 3 પ્રોજેક્ટ માટે ત્રણ શાખાઓમાં આશરે 13,425 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે.JICA ની 2018માં ફાળવવામાં આવેલી રૂ.2,800 કરોડની છેલ્લી રકમ ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ જશે. જાપાની એજન્સીએ વધારાના રૂ. 65૦૦ કરોડ આપવાની સંમતિ આપી છે, પરંતુ તે રાજ્યની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
રેલવેએ પ્રવાસીઓને પૂછ્યો આ સવાલ; હાથ ધર્યો છે આ સર્વે, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી આ કેસ કોર્ટમાં છે ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર આ મામલે કોઈ નિર્ણય લેવા માગતી નથી, પરંતુ પ્રોજેક્ટની સમયસીમા વધવાને કારણે એનો જે ખર્ચ વધ્યો છે એ આખરે તો સરકારે જ ભોગવવો પડશે.