ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈના વિવિધ ગણેશ મંડપોમાં દર વર્ષે લોકોને વિશેષ સંદેશો આપતી હોય એવી અનોખી થીમ રાખવામાં આવે છે. મુલુંડની મ્હાડા કૉલોનીએ આ વર્ષે ઑલિમ્પિક સ્ટૅડિયમ બનાવ્યું છે, જેમાં આ વર્ષની ઑલિમ્પિક સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને વધાવ્યા છે.
ભાલાફેંકમાં ભારતનું ગૌરવ વધારનાર ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, પી. વી સિંધુ જેવા અનેક ખેલાડીઓની માહિતી ચલચિત્ર દ્વારા ડેકોરેશનમાં અપાઈ છે. સાથે જ મહારાષ્ટ્રના યુવાનો અને વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો છે કે ઉત્તર ભારતના ખેલાડીઓ ઑલિમ્પિકમાં ચમકે છે, જ્યારે ઉત્તર ભારતની સરખામણીમાં મહારાષ્ટ્રની લોકસંખ્યા વધારે છે. અહીંના યુવાનોમાં રાજનેતાઓના કાર્યકર્તા બનવાની હોડ લાગી છે. આ જ મહેનત તેઓ ઑલિમ્પિક સ્પર્ધા માટે કરીને મહારાષ્ટ્રનો ડંકો વગાડે. એવો સંદેશો ચલચિત્રમાં અપાયો છે.