News Continuous Bureau | Mumbai
ચોમાસા(Monsoon)નું આગમન તો મુંબઈ(Mumbai)માં થઈ ગયું છે પણ વરસાદ(Rain) ગાયબ છે. ગુરુવારે મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. હવે હવામાન ખાતા(IMD)એ રવિવારથી મુંબઈ, થાણે અને પાલઘર વિસ્તારમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. તેમ જ યલો એલર્ટ(Yellow Alert) પણ જાહેર કર્યું છે.
ગુરુવારે સવારે મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો. કુર્લા(Kurla)ના અમુક વિસ્તારમાં પાણી પણ ભરાયા(watrer logged) હતા. દિવસ દરમિયાન મુંબઈમાં કોલાબા(Colaba)માં 18 મિલીમીટર અને સાંતાક્રુઝ(Santa Cruz)માં 11.7 મીલીમીટર જેટલો વરસાદ પડયો હતો. હળવા વરસાદના ઝાપટા બાદ વરસાદ ફરી ગાયબ થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારી-હવે સ્વીસ નેશનલ બેંકે પણ 2007 બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યા-જાણો કેટલા પોઈન્ટનો વધારો કર્યો
હાલ મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો નથી. મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ(cloudy weather) છે પણ જોઈએ એ પ્રમાણેનો વરસાદ નથી. હવે જોકે ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં મુંબઈ, થાણે સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરી વરસાદ પડવાનો છે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
હવામાન ખાતાએ માછીમારો(Fishermen) માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 20 જૂનથી દરિયામાં નહીં જવાની સલાહ આપી છે. ઉત્તર મહારાષ્ટ્રના કિનારપટ્ટીને લાગીને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. તે 60 કિલોમીટર પણ થઈ શકે છે.