મુંબઈ શહેર

મુંબઈની મેયર ઉતરી આવી રસ્તા પર, લોકોને આપી રહી છે આ સલાહ. જુઓ ફોટા..

Feb, 23 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોના વાયરસ ફરી એકવાર ખતરનાક સ્વરૂપ લઈ રહ્યો છે. જે બાદ રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન કરવાની ચર્ચા શરૂ થઈ છે. આ દરમિયાન મુંબઈ શહેર માં વધતા જતા કોરોના વાયરસના કેસોની વચ્ચે, મુંબઈ મેયર આજે સવારે સિવિક બોડીના અધિકારીઓ સાથે દાદર શાકભાજી બજારની મુલાકાત લીધી હતી અને લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.

મુંબઈ મેયરે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે "મુંબઈ પોલીસે અમારી સાથે હાથ મિલાવ્યા છે. લોકો માર્શલો કરતા પોલીસથી વધુ ડરે છે. બધાને માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા અને સામાજિક અંતર જાળવવા વિનંતી કરી હતી.

મહત્વપૂર્ણ વાત છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઘોષણા બાદ કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે, મુંબઈ મેયરે ચેતવણી આપી હતી કે જો દૈનિક કોરોનાવાયરસની સંખ્યામાં વધારો થશે અને લોકો કોવિડ નિયમોનું પાલન નહીં કરે તો મુંબઇને બીજી લોકડાઉન નો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્ય માટે આવી જ ચેતવણી આપી હતી.

Leave Comments