ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઓક્ટોબર, 2021
શુક્રવાર
દશેરા પહેલાં મુંબઈ પોલીસે ગુરુવારે અને શુક્રવારે મધ્યરાત્રિએ ઓલ-આઉટ ઓપરેશન હાથ ધર્યું હતું. 229 સ્થળોએ આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 136 ઘટનાઓમાં પોલીસે 1,035 ગુનેગારોની તપાસ કરી અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે 7,792 વાહનોની તપાસ કરી અને 1,805 વાહનચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
મુંબઈ પોલીસના 13 ઝોનના તમામ વરિષ્ઠ અને જુનિયર અધિકારીઓએ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો. જે દર પખવાડિયે અને મોટા ઉત્સવો પહેલાં કરવામાં આવે છે. પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.
મુંબઈમાં આટલા લાખ બાળકોનું થશે વેક્સિનેશન, મુંબઈ મનપાએ કરી આ તૈયારીઓ; જાણો વિગત
આ વિશેષ કામગીરીના ભાગરૂપે, મુંબઈ પોલીસે ઓછામાં ઓછા 50 વોન્ટેડ અને ફરાર આરોપીઓની ધરપકડ કરી હતી. બુધવારે રાત્રે 11 વાગ્યાથી ગુરુવારે સવારે 2 વાગ્યા વચ્ચે ત્રણ કલાક સુધી આ ડ્રાઇવ હાથ ધરી હતી. જ્યારે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયેલા 82 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છરીઓ, તલવારો જેવા ગેરકાયદે હથિયારો સાથે 45 ગુનેગારોને પકડ્યા હતા. ઉપરાંત પોલીસે ગેરકાયદે દારૂ ધરાવતા અથવા જુગાર રમતા 60 વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરી હતી.