News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઘાટકોપરના પદાધિકારીને ઓફિસની બહાર ભૂંગળા લગાવી હનુમાન ચાલીસાના પાઠ લગાવવું ભારે પડ્યું હતું. પોલીસે મનસે વિધાનસભા અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીને તાબામાં લીધો હતો અને બાદમાં છોડી મૂક્યો હતો. એ સાથે જ પોલીસે તેને નોટિસ ફટકારી દંડ પણ વસૂલ્યો હતો.
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે ગુડી પડવાના દિવસે મસ્જિદ પરના ભૂંગળા હટાવી લેવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ મુંબઈના ચાંદિવલીના મનસે કાર્યકર્તાએ પક્ષની ઓફિસ પર ભૂંગળા લગાવીને હનુમાન ચાલીસા અને ગણેશ આરતી લગાવી હતી. પોલીસે તુરંત લાઉડ સ્પીકરના ભૂંગળા ઉતારીને તેને બંધ કરાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચારઃ ભક્તો પરથી વિઘ્ન હટ્યું, ઓનલાઈન બુકિંગ વગર થઈ શકશે ગણપતિ બાપ્પાના દર્શન; જાણો વિગતે
પોલીસે જોકે તુરંત તેને તાબામાં લીધો હતો અને ત્યારબાદ તેની પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલીને તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ફરી ભૂંગળા લગાડવા નહીં એવી ચેતવણી આપતી નોટિસ પણ આપી હતી.