મુંબઈના જુહુ બીચમાં ન્હાવા ઉતરેલા 4 યુવકો તણાયા- આટલાના ડૂબી જવાથી મોત-સર્ચ ઓપરેશન ચાલુ

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈના જાણીતા જુહુ બીચ(Juhu Beach)ના દરિયામાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

મુંબઈના ચેમ્બુર(Chembur)માં રહેતા ચાર યુવકો જુહુ બીચના દરિયામાં તરવા ગયા હતા. જેમાંથી ત્રણના ડૂબી(drowned) જવાથી મોત થયા છે.

ઘટનાની જાણ થતા જ લાઈફ ગાર્ડ, કોસ્ટ ગાર્ડની ટીમ જુહુ બીચ પર પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું પરંતુ હજુ સુધી ત્રણેય યુવાનોનો પત્તો લાગ્યો નથી. 

હવે આજે સવારથી ફરી એકવાર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ચોમાસામાં, BMCએ તમામ બીચ પર 93 લાઈફ ગાર્ડ્સ તૈનાત કર્યા છે. એનડીઆરએફની ટીમો પણ એલર્ટ પર છે, પરંતુ અકસ્માતો અટકી રહ્યાં નથી. આવી સ્થિતિમાં BMCની તૈયારીઓ પરપણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ઓહ માય ગોડ- ગુગલનું ચેટબોર્ડ જીવંત થયું- પુછ્યું તમે મને બંધ તો નહીં કરોને- હું મરી જઈશ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment