ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
કોરોના ફેલાયો ત્યારથી સરકાર lockdownનું શસ્ત્ર ઉગામે છે, પરંતુ આ શસ્ત્રની સૌથી વધુ અસર વેપારીઓ પર થાય છે. હાલ વેપારીઓ ઘણી તકલીફનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સ્ટેશન ઑફ એસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર એટલે કે 'ફામ' ના પ્રતિનિધિઓ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ફામના વરિષ્ઠ ઉપપ્રમુખ જિતેન્દ્ર શાહે શરદ પવાર સામે માગણી મૂકી હતી કે સંપૂર્ણ lockdownના સ્થાને દુકાનો અને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે. આ ઉપરાંત દુકાનો અને કચેરીમાં 50% સ્ટાફને કામ કરવા દેવામાં આવે તેમ જ દુકાનદારો સરકારના કોરોના નિયમોનું પાલન કરવા કટિબદ્ધ છે.
મુંબઈમાં તો ભારે બફારો હોં! ભેજ પહોંચ્યો 80 ટકાએ
જવાબમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે તેમની વાત પર સકારાત્મક વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.