ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કરીને મુંબઈ શહેરની તમામ કૉલેજોને 20 ઑક્ટોબરના દિવસથી કાર્યરત થવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીએ પણ આ સંદર્ભે પરિપત્ર બહાર પાડ્યો હતો. આજે અનેક કૉલેજના વિદ્યાર્થીઓ કૉલેજ પહોંચી ગયા હતા, પરંતુ કૉલેજના ગેટની બહાર તાળાં લાગેલાં હતાં. વાત એમ છે કે પૂરેપૂરી જાણકારીના અભાવે તેમ જ કૉલેજ તંત્ર દ્વારા તૈયારી પૂરી ન થવાને કારણે મુંબઈ શહેરની અનેક કૉલેજો શરૂ થઈ શકી નથી. બીજી તરફ લોકલ ટ્રેનમાં ટિકિટના માધ્યમથી મુસાફરી કરવાની પરવાનગી ન હોવાને કારણે અનેક લોકોને કૉલેજ પહોંચવા માટે તકલીફ પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ શહેરની અનેક નામાંકિત કૉલેજોએ ઑનલાઇન શિક્ષણ ચાલુ રાખ્યું હતું, જ્યારે કૉલેજના ગેટ બંધ રાખ્યા હતા. મુંબઈ શહેરમાં કૉલેજો ખૂલી ગઈ, પરંતુ માત્ર કાગળ પર. અનેક મોટી કૉલેજો બંધ છે.
ઓહોહો! આ વર્ષે IRCTCના શૅરના ભાવમાં 300 ટકાનો ઉછાળો, માર્કેટ કૅપ પણ 1 લાખ કરોડ ઉપર; જાણો વિગત