News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસ હવે સુરક્ષાની જવાબદારી પાર પાડવાની સાથે જ ટોપી, ટી-શર્ટથી લઈને પરફ્યુમ સુધી વિવિધ વસ્તુઓ પણ મુંબઈગરા માટે લઈ આવી રહી છે. મુંબઈ પોલીસ પોતાનો સ્ટોર શરૂ કરશે, જેમાં આ વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ થશે એવી જાહેરાત મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કરી હતી.
સંજય પાંડેએ મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે મુંબઈવાસીઓ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. રવિવારે તેમણે સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાત મુજબ કપડાં, ટોપી, ટીશર્ટથી લઈને અનેક વસ્તુઓ મુંબઈ પોલીસ બનાવશે. આ વસ્તુઓને પોલીસના સ્ટોરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ! દાદરમાં ઢાંકણુ ખસી ગયું અને ડ્રેનેજની ટાંકીમાં પડી ગઈ ગાયઃ સાડા ત્રણ કલાકથી વધુ સમય રૅસ્ક્યુ ઓપરેશન ચાલ્યું; જાણો વિગતે
સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાત મુજબ મુંબઈ પોલીસ ટી-શર્ટ, ટોપી, કપ, સ્વેટર, ટ્રક સૂટ, પરફ્યુમ, પાણીની બોટલ જેવી વિવિધ વસ્તુઓ બનાવશે. મુંબઈ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી આ વસ્તુઓ શોરૂમમાં વેચવામાં આવશે. આ વસ્તુઓના વેચાણમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ પોલીસના કલ્યાણ ભંડોળ માટે કરવામાં આવશે.