ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર .
મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં કોરોના વાયરસ કોપ વધી રહ્યો છે. મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 8000થી વધારે કેસ જોવા મળ્યા છે. જે એક દિવસ પહેલાની સરખામણીમાં 27 ટકા વધારે છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં કોરોનાથી સંક્રમિત 578 દર્દીઓને સારવાર પછી રજા આપવામાં આવી છે. સક્રિય દર્દીઓની સંખ્યા 29,819 છે. છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી.
મહારાષ્ટ્રમાં કોરોના ની જેમ ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 50 નવા કેસ નોંધાયા છે, જેમાં પુણે શહેરમાંથી 36, પિંપરી ચિંચવાડમાંથી આઠ, પુણે ગ્રામીણ અને સાંગલીમાંથી બે-બે અને થાણે અને મુંબઈમાંથી એક-એક કેસ મળી આવ્યા છે. રાજ્યની એકંદર ઓમિક્રોન સંખ્યા 510 પર પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને મુંબઈમાં કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જેને જોતા રાજ્ય સરકારે દિલ્હી-મુંબઈ માટે સપ્તાહમાં ફક્ત 2 ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય કર્યો છે. કોલકાતાથી બ્રિટન માટે વીકલી ફ્લાઇટ્સને પહેલા જ રદ કરવામાં આવી ચૂકી છે.