ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
માયાનગરીના નામથી પ્રખ્યાત મુંબઈ વિશ્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક છે.
ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, 2021માં મુંબઈ ભારતમાં સૌથી વધુ ભીડભાડ ધરાવતું અને વિશ્વનું પાંચમું શહેર બની ગયું છે.
ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર મુંબઈમાં ઓછામાં ઓછા 53 ટકા ટ્રાફિક જામ જોવા મળ્યો છે.
એટલે કે 15 મિનિટના રૂટને કવર કરવામાં મુંબઈમાં અડધા કલાકથી વધુ સમય લાગે છે.
એક વર્ષ પહેલા મોસ્કો પછી તે વિશ્વભરમાં બીજા નંબરનું સૌથી વધુ ગીચ શહેર હતું .
ભારતનાં ચાર શહેરો ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્શની વિશ્વનાં ટોચના ક્રમના 25 શહેરોની યાદીમાં સ્થાન પામ્યાં છે.
આ શહેરોમાં મુંબઇ (પાંચમો ક્રમ) બેંગાલુરૂ (દસ) નવી દિલ્હી (11) તથા પુણે (21મો ક્રમ)નો સમાવેશ થાય છે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને તેમના કેબિનેટમાં કર્યા ફેરબદલ, આ છે કારણ; જાણો વિગતે