News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) વધતા જતા વાહનોની સંખ્યા સામે પાર્કિંગ પ્લોટ(Parking Plot) પૂરતા ઉપલબ્ધ નથી. લોકો ગમે ત્યાં વાહનો પાર્ક(Vehicle Parking) કરતા હોય છે, તેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા(Traffic Problems) નિર્માણ થઈ છે. ટ્રાફિક પોલીસને(Traffic police) ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો માથાનો દુખાવો બની ગયા છે.
મુંબઈની પાર્કિંગની સમસ્યાને(Parking Problems) જોતા મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) મુંબઈ વધુ જગ્યાએ પાર્કિંગ પ્લોટ જાહેર કર્યા છે. મુંબઈ ટ્રાફિક મુંબઈ શહેરની સાથે ઉપનગરમાં(Western suburbans) પાર્કિંગ પ્લોટની યાદી સોશિયલ મીડિયા(Social media) પર જાહેર કરી છે.
Due to increasing parking problem in Mumbai & Suburban areas, @mybmc has authorized below mentioned places for vehicular public parking lot in the city.
Request Mumbaikars to use them to avoid inconvenience.#Parking Update#MTPHereToHelp pic.twitter.com/zP2IUDkYzQ
— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 21, 2022
આ સમાચાર પણ વાંચો : લો બોલો-કોર્ટે સ્પષ્ટ ભૂલ ગણાવી ડ્રગ્સ કેસમાં જેલમાં રહેલા વ્યક્તિને આખરે પાંચ વર્ષ બાદ મુક્ત કર્યો-જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈગરા સંબંધિત વિસ્તારમાં હોય તો તેઓ પાલિકાએ જાહેર કરેલા પાર્કિંગ પ્લોટ પર પોતાના વાહનો પાર્ક કરી શકશે. તે માટે નક્કી કરેલા દર ચૂકવવાના રહેશે.