ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર.
મુંબઈ શહેરના દાદર વિસ્તારમાં દિવાળી દરમિયાન લોકો શોપિંગ માટે આવતા હોય છે. જોકે આ વિસ્તારમાં ગિરદી વધવાને કારણે પાર્કિંગ મળતું નથી તેમજ લોકોને પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કનડગત થાય છે. હવે આ તકલીફનો અંત આવ્યો છે. દાદર ના વેપારી સંગઠનોને ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા ના સહયોગથી એક અનોખો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન મુજબ જે વ્યક્તિ દાદરમાં શોપિંગ માટે આવશે તેને મફત વેલે પાર્કિંગ આપવામાં આવશે. ત્રણ કલાક સુધી પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનું શુલ્ક નહીં લેવામાં આવે. તેમજ શોપિંગ પતી ગયા બાદ પાર્કિંગ માટે ટેલિફોન કોલ કરવામાં આવશે અને ગાડી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દાદર વિસ્તારમાં ૧૭૦૦ જેટલા પાર્કિંગ લોટ ખાલી છે. જો કે આ સંદર્ભે સામાન્ય લોકોને જાણકારી નથી તેમજ આ પાર્કિંગ મુખ્ય માર્કેટ કરતા થોડા દૂર હોવાને કારણે લોકોને અગવડ પડે છે. રાંનડે રોડ જંકશન, વીર ભાઈ કોટવાલ ઉદ્યાન તેમજ આશીર્વાદ સોસાયટી પાસે ગ્રાહકોને તેમની ગાડી સોંપવામાં આવશે. આમ દાદરના વેપારીઓએ પાર્કિંગની સમસ્યા ને કારણે શોપિંગ થી દુર રહેતા લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે
વસૂલી નો ધંધો બંધ થયો તો માસ્ક ન પહેરનારા લોકોને પણ દંડ આપવાનો બંધ.